જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૭ ‘કપડાં પર ગમે એટલું અત્તર છાંટો પણ ખરી સુગંધ તો સદચારિત્ર્યની જ હોય છે.’ આ સુવિચાર આજના બાહ્ય ભપકા અને દેખાડાના યુગમાં એક અરીસા સમાન છે. ગુજરાતીમાં સુંદર કહેવત છે કે, ‘રૂપ જોઈને મોહાય, પણ ગુણ જોઈને રખાય.’ આ કહેવત સમજાવે છે કે બાહ્ય સુંદરતા વ્યક્તિને તમારી નજીક લાવી શકે છે પણ તમારા સદગુણો અને તમારું ચરિત્ર જ તેને તમારી સાથે જકડી રાખે છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો પોતાના 'પેકેજિંગ' પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ અંદરના ‘કન્ટેન્ટ’ (સામગ્રી) પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. સવારે ઉઠીને ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટર્ડ ફોટા મૂકવાથી લઈને મોંઘા