શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લોકોની કતારો, બસમાં દબાણ, ઓફિસો માં હસતી મુખાકૃતિ ઓ બધું હોવા છતાં અંદર ક્યાંક એક ખાલીપો રહે છે. આ ખાલીપો કોઈ શોરથી ભરાતો નથી, તેને તો માત્ર એક સાચી આત્માની શાંતિ જોઈએ.આકાશ એ ખાલીપામાં જીવતો હતો.તે કોઈ ઉદાસ વ્યક્તિ નહોતો. લોકો તેને સ્માર્ટ, સફળ અને સ્થિર માનતા. મોટી કંપનીમાં સિનિયર મેનેજર, સારી આવક, પોતાનું ઘર, કાર, મિત્રવર્તુળ બધું હતું. છતાં દર રાતે જ્યારે તે બારીમાંથી બહાર જોતા, ત્યારે કોઈ અદૃશ્ય તરસ અંદરથી તેને કચોટતી. જાણે હૃદય કંઈક એવું શોધી રહ્યું હોય જે શબ્દોમાં કહી શકાય નહીં.તેને લાગતું આ