THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગાંધારનું રુદનલેખિકા Mansi Desai Desai Mansi Shastri ગાંધારની પવિત્ર ધરતી પર આજે સૂર્ય ઉગ્યો તો ખરો, પણ તેની કિરણોમાં પ્રભાતનું તેજ નહીં, પણ આવનારા વિનાશની લાલીમા હતી. સિંધુ નદીના કિનારે વસેલું આ સુંદર રાજ્ય, જે પોતાની કળા, ઘોડાઓ અને નીલમ જેવા આકાશ માટે જાણીતું હતું, તે આજે કોઈ અજ્ઞાત ભયથી થથરી રહ્યું હતું.રાજમહેલના ઉંચા ઝરૂખામાં ઉભેલા યુવાન રાજકુમાર શકુનીની આંખો ક્ષિતિજ પર ટકેલી હતી. હવામાં ધૂળની ડમરીઓ ઉડી રહી હતી અને દૂરથી આવતા હજારો રથોના પૈડાંનો ગડગડાટ ગાંધારના પથ્થરોમાં કંપન પેદા કરી રહ્યો હતો. આ કોઈ સામાન્ય અતિથિ નહોતા, આ હસ્તિનાપુરનું સૈન્ય હતું, જેનું નેતૃત્વ