સથવારો

રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ​શહેરના ઘોંઘાટ અને સાંકડી ગલીઓ વચ્ચે પ્રમોદ અને કીર્તિ પોતાનું નવું ઠેકાણું શોધી રહ્યા હતા. કીર્તિના મનમાં એક અજીબ ખાલીપો હતો, જે આઠ વર્ષથી એને કોરી ખાતો હતો. ભાડાના મકાન શોધવા નીકળેલી કીર્તિને એ ખબર નહોતી કે આજે એ મકાન નહીં, પણ એક અધૂરું આયખું પૂરું કરવા જઈ રહી છે.​જુના પરાની એ શાંત શેરીમાં જ્યારે કીર્તિએ પેલી આધેડ સ્ત્રીના ખોળામાં નાની મુન્નીને જોઈ, ત્યારે એના હૃદયમાં એક ધબકારો ચૂકી ગયો હોય તેવું લાગ્યું. મુન્નીની એ નિર્દોષ આંખોમાં દુનિયાભરનું ભોળપણ હતું, પણ એ આંખોમાં ક્યાંક પોતાની જણી જનેતાને ગુમાવ્યાનો અછડતો વસવસો પણ હતો.​નવા સંસારનો આરંભ​સામાન ગોઠવાઈ