અમદાવાદ ના રસ્તા

અમદાવાદના રસ્તા: 'વિકાસ'ના ખાડામાં હોમાતું જનજીવનલેખિકા Mansi Desai Desai Mansi Shastri ​અમદાવાદ જેને આપણે 'હેરિટેજ સિટી' કહીએ છીએ, જે 'સ્માર્ટ સિટી' હોવાનો દાવો કરે છે, તેના રસ્તાઓ આજે અમદાવાદીઓ માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે રસ્તાઓ બનાવવામાં આવે છે અને ત્યારબાદ 'ખોદકામ'ના નામે જે નરક જેવી સ્થિતિ ઊભી કરવામાં આવે છે, તે માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પણ નાગરિકોના ટેક્સના પૈસા અને તેમના સ્વાસ્થ્ય સાથેનો ક્રૂર મજાક છે.​૧. આયોજનનો અભાવ કે ભ્રષ્ટાચારનું 'ખોદકામ'?​અમદાવાદમાં એક અજીબ પરંપરા વર્ષોથી ચાલી આવે છે: પહેલાં કરોડોના ખર્ચે નવો ચકાચક રસ્તો બને, અને તેના પખવાડિયામાં જ ગેસ લાઈન, ગટર લાઈન કે ટેલિફોન વાયર