સ્વર્ગમાં ચાલે તેવું ધન એક વખતની વાત છે. અમદાવાદના એક સફળ વેપારી હતા, નામ હતું વિજયભાઈ. તેઓ જીવનભર ધન કમાવવામાં જ મગ્ન રહ્યા. દિવસ-રાત મેહનત કરી, કરોડોની સંપત્તિ ઊભી કરી. પરંતુ પરિવાર, મિત્રો કે સમાજ માટે સમય કે ધન કદી ખર્ચ્યું નહીં. એક રાત્રે વિજયભાઈને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જોયું. તેના જીવન ભરની કમાઈ એક બેગ માં લઈને જતા હતા ત્યાં ટ્રક ને અડફેટે ચડતા તેનો અકસ્માત થઇ ગયો. મૃત્યુ સમય તેનું મોઢું રસ્તા બાજુના મંદિરના ભગવાન તરફ હતું. આમ તેનું મસ્તક ભગવાન તરફ હોવાને કારણે યમરાજ તેમને સ્વર્ગલોક લઈ ગયા. સ્વર્ગના દ્વાર પર દેવરાજ ઇન્દ્ર