શું જીવનમાં દરેક વસ્તુ પહેલેથી નિશ્વિત છે?

આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ પ્રારબ્ધ ખરેખર નિશ્ચિત જ છે. પણ જો એમ કહીને માણસ હાથ ઉપર હાથ ધરીને બેસી જાય, અને જીવનમાં કંઈ ન કરે, આળસ અને પ્રમાદમાં સમય વેડફી નાખે તો તે અયોગ્ય થશે. પ્રારબ્ધ નિશ્ચિત હોય તો પછી મનુષ્યએ પુરુષાર્થ શું કરવાનો? પુરુષાર્થ એટલે શું? આપણા હાથમાં શું છે? એ મોટો પ્રશ્ન છે.લોકો પ્રારબ્ધ ઉપર ભરોસો રાખે છે, ભવિષ્યમાં શું થવાનું છે એ નક્કી છે એમ માનીને જ્યોતિષી, ભૂવાને ત્યાં ચક્કર લગાવે છે. પણ પ્રારબ્ધ જે ભોગવવાનું છે એ બદલી નથી શકાતું. શ્રીરામચન્દ્રજીને