વિશ્વાસ સાથે વિકાસની સફર

ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ માત્ર માન્યતા નથી, પરંતુ દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે. ગલીના ખૂણે નાનું મંદિર હોય, બજારમાં મસ્જિદ, ગામમાં ચર્ચ કે રસ્તા કિનારે દરગાહ  આ બધું ભારતના સામાજિક દ્રશ્યનું અંગ બની ગયું છે. સરકારી અને અર્ધ-સરકારી આંકડા પ્રમાણે ભારત માં આશરે 30 થી 35 લાખ ધાર્મિક સ્થળો છે. તેમાં 25 થી 30 લાખ હિંદુ મંદિરો, 3 થી 4 લાખ મસ્જિદો અને 2 થી 2.5 લાખ ચર્ચો સામેલ છે. આમાં મોટા તીર્થસ્થાનોથી લઈને શેરીના નાનાં પૂજા-સ્થળો સુધીનો સમાવેશ થાય છે. આ આંકડો માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવિક જમીન પર નજર કરીએ તો વધુ પણ હોઈ