મોનાલીસા – તમે ઘણી વાર અને ઘણી બધી જગ્યાએ આ શબ્દ સાંભળ્યો હશે. ક્યારેક પુસ્તકમાં, ક્યારેક ઈન્ટરનેટ પર, તો ક્યારેક કોઈ વાતચીતમાં. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મોનાલીસા છે શું? મોનાલીસા એક ખૂબ જ પ્રખ્યાત અને વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ છે. જો તે ફક્ત એક પેઇન્ટિંગ જ છે તો પછી તે એટલી પ્રખ્યાત કેમ બની? આ પેઇન્ટિંગ એટલી પ્રખ્યાત હોવાના પાછળ ઘણા બધા કારણો છે. ચાલો આજે તેના વિશે થોડું વિગતે જાણીએ.મોનાલીસા પ્રખ્યાત થવાનું સૌથી મોટું કારણ છે તેનો પેઈન્ટર – “લિયોનાર્ડો દા વિન્ચી”. લિયોનાર્ડો દા વિન્ચી ઈટલીના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને પ્રતિભાશાળી વ્યક્તિ હતો. તે ફક્ત પેઇન્ટર