પ્રકરણ- ૨ *જીવન સંધર્ષ* ( રાધાએ મેધા સાથે થોડી વાતો કરી આંખો બંધ કરી શાંતિથી બેઠી. બેઠાં બેઠાં અચાનક ભૂતકાળની યાદોમાં સરી પડી. થોડીવારમાં જાણે તો તેની બંધ આંખો સામે તેના આખા ભૂતકાળનો સંઘર્ષ ખડો થઈ ગયો હોય.આ યાદો....હોય છે જ એવી, અચાનક આવી ચડે...પછી ફરી ડાયરીમાં કઈક લખવા બેસી ગઈ. ) આપણા સમાજજીવનમાં એવું કહેવામાં આવે છે કે જીવન સાથી જો મનપસંદ હોય તો જીવન જીવવું સરળ થઈ જાય છે. તો જે સૈનિકો સરહદે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે દેશ માટે સમર્પીત હોય એના કુટુંબ કેવી પરિસ્થિતિમાં જીવે છે એ જાણવાની આપણે તસ્દી શુદ્ધા પણ નથી લેતા. કેમ?જીવ અને જીવન