ચમત્કારીક રુદ્રાક્ષ ભાગ્ય__10(આ ભાગ વાંચતા પહેલા આગળના નવ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે)તે ખાડું, જેને વર્ષો પહેલાં સૌએ રુદ્રાક્ષની અદૃશ્ય ઉપસ્થિતિ તરીકે સ્વીકારી લીધું હતું, સમય સાથે મંદિરના પરિસરમાં એક મૌન રહસ્ય બની ગયું. શરૂઆતના વર્ષોમાં લોકો માત્ર ઝાંખી લઈ પ્રણામ કરતા, પુજારી રોજ દીવો પ્રગટાવી શાંતિથી મંત્રોચ્ચાર કરતા. કોઈ વિશેષ ઘટના થતી નહોતી. ચાર–પાંચ વર્ષ એમ જ વીતી ગયા અને લોકોને લાગવા લાગ્યું કે હવે કદાચ ભગવાનની લીલા અહીં પૂર્ણ થઈ ગઈ છે.પરંતુ એક દિવસ, સવારની આરતી બાદ, મંદિર સાફ કરતી વખતે પુજારીની નજર અચાનક જાળી અંદર પડી. જ્યાં ક્યારેય માત્ર ખાલી ખાડું જ દેખાતું