️ પ્રકરણ ૧૬: રણભૂમિનો વિશ્વકર્માદિલ્હી રેલવે સ્ટેશન પર ઉતરતાની સાથે જ વિસ્મયનું સ્વાગત લદ્દાખની શિસ્તબદ્ધ ઠંડીના અણસાર આપતા ઠંડા પવને કર્યું. તેને નજર સામે લદ્દાખ દેખાવા અને અનુભવવા લાગ્યું હતું. ત્યાં તેને લેવા માટે સેનાની સ્પેશિયલ ઓફિસ ગાડી પહેલેથી જ હાજર હતી. આર્મી યુનિફોર્મમાં સજ્જ વિસ્મયને જોતા જ લેવા આવેલો ડ્રાઈવર તેને ઓળખી ગયો. તેણે ત્વરિત આવીને સલામી આપી અને વિસ્મયનો સામાન ગાડીની ડીકીમાં ગોઠવતા હિન્દીમાં કહ્યું,"સાબજી, કુછ ખા-પી લેતે હૈં. અગર આપ ચાહેં તો કહીં રૂક કર ફ્રેશ હો સકતે હૈં, ઉસકે બાદ હમ સફર જારી રખેંગે."વિસ્મયને પણ વિચાર આવ્યો કે દિલ્હીથી લેહ-લદ્દાખ સુધીનો પ્રવાસ લાંબો અને થકવી દેનારો