શબ્દોના સીમાડા: 'ધબકારાનો લોખંડી દોસ્ત'લેખિકા Mansi Desai Desai Mansi Shastri ગામના પાદરે વડલાની છાયામાં ઉભેલો એ છકડો આજે સાવ મૌન હતો. જેનો અવાજ આખા પંથકમાં ગાજતો, જેની ઘરઘરાટી સાંભળીને સીમમાં કામ કરતા મજૂરો સમજી જતા કે 'ભીખાબાપાનો લાલઘોડો' નીકળ્યો છે, એ આજે નિષ્પ્રાણ થઈને પડ્યો હતો.ભીખાબાપા ઉંમરના આરે પહોંચેલા, ચહેરા પર કરચલીઓનું જાળું, પણ આંખોમાં આજેય એ જ ખુમારી. તેમણે જ્યારે આ છકડો લીધો હતો, ત્યારે આખું ગામ જોવા ઉમટ્યું હતું. લાલ રંગનો ચળકતો છકડો, આગળ મોટું એન્જિન અને પાછળ લોખંડનું મજબૂત ડાલું. એ સમયે ભીખાબાપાએ તેના પર પેઇન્ટથી લખાવ્યું હતું: 'માતૃકૃપા જીવશે ત્યાં સુધી સાથ દેશે.'વાસ્તવિકતાનો પહેલો ઘારાત્રે જ્યારે ભીખાબાપાના એકના એક દીકરા,