ભૂલ છે કે નહીં ? - ભાગ 99

શાળાના વોચમેને બીજા ટ્રસ્ટીનું સરનામું આપ્યું. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ આપણા જ ગામના એક બેન રહેતા હતા. આપણે ત્યાં જઈને એમને વાત કરી અને તરત જ એમણે કહ્યું કે તું ફિકર ન કર હું એમને કહીશ એ કરી દેશે. અને ખરેખર એમણે એ ટ્રસ્ટીને વાત કરી ને બીજા જ દિવસે એ શાળામાંથી ફોન આવ્યો કે તમારી દિકરીનું એડમિશન થઈ ગયું છે ફી ભરી જાવ. આ જાણીને આપણને હાશ થઈ કે હવે દિકરી માટે આપણે ફિકર કરવાની જરૂર નથી બધું જ બરાબર સચવાઈ જશે. દિકરીની ફી ભરવા માટે આપણે  પહેલાથી જ થોડા થોડા પૈસા જુદા મુકતા હતા જેથી