અગ્નિજા ભાગ ૧: પાંચાલનો સંતાપલેખિકા Mansi Desai Desai Mansi Shastri કાંપિલ્ય નગરની આસપાસ વહેતી ગંગાના શીતળ નીર આજે જાણે શાંત હતા, પણ પાંચાલ નરેશ દ્રુપદના હૃદયમાં તો તોફાન ઉમટ્યું હતું. મહેલના ઊંચા ઝરૂખામાં ઉભા રહીને તેઓ દૂર ક્ષિતિજ તરફ જોઈ રહ્યા હતા. સૂર્યાસ્તનો કેસરી રંગ આજે તેમને સુંદર નહીં, પણ ભવિષ્યમાં વહેનારા રક્ત જેવો ભયાનક લાગતો હતો. તેમનું મન ભૂતકાળના એ દિવસોમાં સરી પડ્યું જ્યારે સત્તાનો નશો તેમની આંખો પર નહોતો ચડ્યો.મૈત્રીના એ મીઠા દિવસોતેમને યાદ આવ્યું ઋષિ ભરદ્વાજનો એ પવિત્ર આશ્રમ, જ્યાં તેમણે અને બ્રાહ્મણ પુત્ર દ્રોણે સાથે વિદ્યાભ્યાસ કર્યો હતો. ત્યાં કોઈ રાજા નહોતો અને કોઈ ભિખારી નહોતો. દ્રોણ અને દ્રુપદ એક જ