આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બેઠા હોય એ રીતે ગોઠવાય ગયો ઓલમોસ્ટ પોતાની જાતને આખી સંકોચીને સોફાની એકધાર પર બેઠેલા, શરૂઆતી કાગળિયાની વિધિ પૂર્ણ થતાં જ,આરંભે એ સંકોચ સાથે શરૂ કર્યું,“જુઓ, ડોકટર એમ મને કોઈ માનસિક તકલીફ નથી, હું એકદમ સ્વસ્થ છું, પણ કશુંક ખટકતું હોય એવું લાગે છે. અને છેલ્લા બે મહિનાથી વિચારું છું કે ઠીક થઈ જશે પણ આ મનની અંદરનો ઉત્પાત કોઈ રીતે શાંત થતો નથી, એટલે મારા એક ખાસ મિત્રે મને કાઉન્સેલિંગ સેશન્સનું સૂચન કર્યું એટલે અહીં તમારી પાસે આવ્યો છું, પણ ખરેખર મને કોઈ માનસિક તકલીફ નથી.”આટલું કહીને ફરી એક