લક્ષ્મીના પગલા

  • 238
  • 74

લક્ષ્મીના પગલા   સાંજના પોણા આઠ વાગ્યાનો સમય હતો. શહેરની એક નાની પરંતુ ચમકતી જૂતાની દુકાનમાં પ્રવેશ કર્યો એક યુવાને. ગામડાનો રહેવાસી હતો, પરંતુ તેની ચાલમાં એક અજબની તેજસ્વીતા અને આત્મવિશ્વાસ ઝલકતો હતો. તેનું બોલવું ગામઠી ઢબનું  હતું, પણ શબ્દો એટલા ઠરેલા અને વજનદાર કે જાણે કોઈ જૂના વડીલ બોલતા હોય. ઉંમર લગભગ બાવીસ-તેવીસ વર્ષની હશે. દુકાનદારની નજર સીધી તેના પગ પર પડી. પગમાં ચમકતા ચમડાના જૂતા હતા, એટલા બધા પોલિશ કરેલા કે તેમાં પોતાનો ચહેરો પણ દેખાય. “કહો ભાઈ, શું સેવા કરું?” દુકાનદારે મીઠી મુસ્કાન સાથે પૂછ્યું. યુવાને શાંતિથી કહ્યું, “મારી મા માટે ચપ્પલ જોઈએ છે, પણ એવી કે