મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્ત્રનું વાંચન, સત્સંગ, ભક્તિ કે ધાર્મિક ક્રિયાઓ કરે છે. તેમાંય આજકાલ ધ્યાન એટલે કે, મેડીટેશન વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે. ધ્યાન વાસ્તવિકતામાં કરવાની વસ્તુ નથી, એ તો સમજવા જેવી વસ્તુ છે. ભારતીય સંસ્કૃતિમાં યોગસાધનામાં જે ધ્યાન મૂકવામાં આવ્યું છે, તે મનની એકાગ્રતા થાય તેવો યોગ છે. કારણ કે, આ કાળમાં મનુષ્ય ખૂબ અશાંતિ અને તણાવ અનુભવે છે તેનું મુખ્ય કારણ છે મનની ચંચળતા. યોગસાધનામાં મન થોડી વાર સ્થિર થાય છે, એટલે તેનાથી શાંતિ લાગે. પણ જેવું ધ્યાન પૂરું થાય પછી બધું હતું તેવું ને તેવું થઈ જાય. મન ફરીથી ચંચળ