ડકેત - 3

  • 90

શિવધાર જંગલનો ચઢાણવાળો રસ્તો યુદ્ધના મેદાનમાં પલટાઈ ગયો હતો. જયસિંહના માણસો,  અને નંદલાલ-અનિરુદ્ધસિંહના દળો વચ્ચે ભયંકર અથડામણ થઈ રહી હતી. જયસિંહના માણસોની તાકાત વધુ હતી, કારણ કે તેમની પાસે સરકારી શસ્ત્રો અને તાલીમ હતી, પણ તેઓ અચાનક થયેલા બેવડા હુમલાથી ગભરાઈ ગયા હતા.નંદલાલ, જે ક્યારેય હથિયારથી લડ્યો નહોતો, તે પોતાની સિદ્ધ કટાર સાથે એક યોદ્ધાની જેમ લડી રહ્યો હતો. તાંત્રિકની ભેટરૂપ કટાર જાણે તેના હાથમાં વીજળીની જેમ ચમકતી હતી. તેના ઘા ચોક્કસ અને ઝડપી હતા. નંદલાલની આંખોમાં હવે ડર નહીં, પણ બદલાની અને ન્યાયની જ્યોત હતી.       બીજી બાજુ, અનિરુદ્ધસિંહ (ડકેત), કાળા પોશાકમાં, અંધારાનો સહારો લઈને લડી રહ્યો હતો. તે