જીવન પથ ભાગ-45

  • 170

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫         ‘જો નિષ્ફળતા તમને મજબૂત બનાવે છે તો તમે ક્યારેય હારશો નહી.’         આ વિચાર આજના સ્પર્ધાત્મક યુગમાં એક રક્ષાકવચ સમાન છે. આજના જીવનમાં આપણે સફળતાને એક 'ઇન્સ્ટન્ટ કોફી' જેવી માની લીધી છે. આપણને બધું જ ઝડપથી અને પહેલા પ્રયત્ને જ જોઈએ છે. જો કોઈ પરીક્ષામાં થોડા માર્કસ ઓછા આવે, કોઈ ઇન્ટરવ્યુમાં રિજેક્શન મળે કે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટને ધાર્યા મુજબ લાઈક્સ ન મળે તો આપણે તરત જ હતાશ થઈ જઈએ છીએ. આપણને લાગે છે કે આપણી જિંદગી ત્યાં જ અટકી ગઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નિષ્ફળતા એ કોઈ અંતિમ વિરામ નથી પણ જીવનના ગણિતમાં આવતો એક 'સુધારો' છે.