પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી એવો હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ તેની પાછળ હતી. પણ તેને તો બસ પ્રિયાંશીમાં જ રસ હતો. તેને પ્રિયાંશીને કહેવું હતું કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો નહોતો. બસ તે મનમાં ને મનમાં વિચાર્યા કરતો હતો કે મારા દિલની વાત પ્રિયાંશીને કઈ રીતે જણાવું...?એક દિવસ પ્રિયાંશીને કોલેજમાં ખૂબ મોડું થઇ ગયુ તો તે દરરોજ જે બસમાં જતી હતી તે બસ આજે તે ચૂકી ગઈ હતી. બીજી બસ આવે તેની રાહ જોતી