સંબંધો માં ગ્રીન ફ્લેગ

(17)
  • 404
  • 4
  • 124

મોર્નિંગ મ્યુસિંગ્સ: સંબંધોમાં ગ્રીન ફ્લેગ — સલામતીથી શરૂ થતો સ્નેહઆજના સમયમાં સંબંધોની ચર્ચા થાય ત્યારે સૌથી વધુ જે શબ્દ સંભળાય છે તે છે રેડ ફ્લેગ. જાણે દરેક સંબંધ પહેલા ચકાસણીનો વિષય બની ગયો હોય. કયા વર્તનથી દૂર રહેવું, કોની સાથે સાવચેત રહેવું, ક્યાં જોખમ છુપાયેલું છે આ બધું સમજાવવાનું મહત્વ છે અને જરૂરી પણ છે. કારણ કે ખોટા સંબંધો માણસને અંદરથી તોડી નાખે છે. પરંતુ જો આપણે ફક્ત જોખમો જ શોધતા રહીશું, તો જીવનમાં સુરક્ષા અને સુખ ક્યાંથી આવશે?અહીંથી “ગ્રીન ફ્લેગ”નો વિચાર ખૂબ મહત્વનો બની જાય છે. ગ્રીન ફ્લેગ એટલે એવો સંકેત જે કહે છે અહીં તમે સલામત છો.