ભાગ 1 : પહેલી મુલાકાતકેટલાક ઘાવ પડતા પહેલાં જીવન બહુ સાદું હોય છે. હસવું સહેલું, વિશ્વાસ કુદરતી અને પ્રેમ… ડરાવતો નથી. આરવ માટે પણ એવું જ હતું. એ દિવસ સામાન્ય હતો. કોલેજની લાઇબ્રેરી, બહાર હળવો પવન અને અંદર પુસ્તકોની સુગંધ. આરવ ખૂણામાં બેસી એક નવલકથા વાંચી રહ્યો હતો. એને માણસો કરતાં કિરદાર વધારે સમજાતા. એટલામાં કોઈએ સામેની ખુરશી ખેંચી. આરવએ માથું ઊંચું કર્યું. સામે તારા હતી. સાદો ડ્રેસ, ખુલ્લા વાળ અને આંખોમાં અજીબ શાંતિ. તારાએ પૂછ્યું: “આ ખુરશી ખાલી છે ને?” આરવ થોડું ગભરાયો. પછી માથું હલાવ્યું. થોડી ક્ષણ બન્ને ચૂપ રહ્યા. પછી તારાએ ફરી કહ્યું: “તું વાંચે છે, પણ