હું, વૈદેહી ભટ્ટ - ભાગ 11

  • 236
  • 96

“હા, મારી અને વૈદેહીની વાત થઈ ગઈ છે. અને તે બહોશ હોવોનું નાટક કરી રહી છે. અને આમાં મારી સાથે ડૉ.મોતીવાલા પણ છે.”કમિ. સાવંતની આ વાત સાંભળીને મૈત્રી અને કપિસ બંન્નેનો અવાજ ગળામાં જ અટકી ગયો. મોઢું ખુલ્લુ રહી ગયું. તેઓ કંઈ પણ પુછવાની સ્થિતીમાં નહતા. તેમને પહેલા કમિ. સાવંતનો પ્લાન સાંભળી લેવો હતો. તેમને થયું કે જો વચ્ચે બોલશું તો સરની વાત બીજા પાટે ચડી જશે. અને આમે તેઓ શૉકમાં એટલે શૉકમાં હતા કે તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહતા.“તમને લાગશે કે મેં તમને આનાથી કેમ વંચીત રાખ્યા પણ મારો એવો આશય નહતો. જ્યારે મિસીસ. વૈદેહી ભટ્ટ હૉસ્પિટલમાં