સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? ભાગ ૫: પ્રેમનો એકરારલેખિકા Mansi Desai Desai Mansi Shastri મહેતા એમ્પાયરનો કોન્ફરન્સ હોલ આજે યુદ્ધનું મેદાન બન્યો હતો. વિક્રમ ટેબલના છેડે બેઠો હતો, તેના ચહેરા પર જીતનું કુટિલ સ્મિત હતું. આર્યન સામેની ખુરશી પર શાંત પણ ઉદાસ બેઠો હતો."આર્યન, તેં ગોડાઉનમાં લાગેલી આગમાં કંપનીની અડધી મિલકત ગુમાવી દીધી છે," વિક્રમે પેપર્સ ટેબલ પર પછાડતા કહ્યું. "બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને તારા પર હવે વિશ્વાસ નથી. કાં તો તું રાજીનામું આપ, કાં તો જેલ જવા તૈયાર રહે, કારણ કે એ આગ શોર્ટ સર્કિટથી નહીં પણ બેદરકારીથી લાગી હતી એવું રિપોર્ટ કહે છે."આર્યન કઈ બોલે તે પહેલા જ દરવાજો જોરથી ખુલ્યો. રિયા અંદર આવી. તેની