સોદો, પ્રેમ કે, પ્રતિશોધ? ભાગ 3 લેખિકા Mansi Desai Desai Mansi Shastri આર્યનની એ રાતની નશામાં કરેલી વાતોએ રિયાની ઊંઘ ઉડાવી દીધી હતી. સવારના છ વાગ્યા હતા, રિયાએ જોયું તો આર્યન હજુ સોફા પર જ સૂતો હતો. તેનો ચહેરો ઊંઘમાં માસૂમ લાગતો હતો, જાણે પેલો પથ્થર દિલ બિઝનેસમેન ક્યાંક ખોવાઈ ગયો હોય. રિયાએ ધીમેથી તેના પર ધાબળો ઓઢાડ્યો. જેવો તે પાછી વળવા ગઈ, આર્યને ઝબકીને તેનો હાથ પકડી લીધો."જતી નહીં..." આર્યન અડધી ઊંઘમાં બડબડ્યો. તેની આંખો બંધ હતી, પણ પકડ મજબૂત હતી.રિયા ત્યાં જ થંભી ગઈ. થોડી સેકન્ડો પછી આર્યન ભાનમાં આવ્યો. તેણે રિયાનો હાથ છોડ્યો અને બેઠો થયો. તેની આંખોમાં ફરી પેલી કઠોરતા આવી ગઈ.