સોદો, પ્રેમ કે, પ્રતિશોધ?ભાગ 1 લેખિકા Mansi Desai Desai Mansi Shastri અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી 'મહેતા એમ્પાયર'ની ગગનચુંબી ઓફિસના ૨૪મા માળે સન્નાટો પ્રસરેલો હતો. રાતના આઠ વાગ્યા હતા, છતાં આર્યન મહેતાની કેબિનની લાઈટ્સ ચાલુ હતી. આર્યન બારી પાસે ઉભો રહીને નીચે દોડતી કારની લાઈટો જોઈ રહ્યો હતો, પણ તેનું મગજ કમ્પ્યુટરની સ્પીડે ગણતરીઓ કરી રહ્યું હતું.આર્યન મહેતા—જેના નામથી ટેક્સટાઇલ માર્કેટ ધ્રૂજતું, આજે એક મોટા આર્થિક ભીંસમાં હતો. એક ખોટા વિદેશી રોકાણને કારણે તેની વર્ષોની મહેનત દાવ પર લાગી હતી. તેને પૈસાની જરૂર હતી, અને એ પણ તાત્કાલિક.ત્યાં જ દરવાજો ખખડ્યો. તેનો વફાદાર સેક્રેટરી ખન્ના અંદર આવ્યો. "સર, રિયા શાહ અને તેના પિતા હરેશભાઈ આવી