"હું લઈને આવું સાહસ,મહેનત ને આસ,તું સમય લઈ આવ.ચાલ રમીએ રમત જીવતરની;એક શું કામ! બંને જીતીયે, રહી એક-મેકની પાસ."- મૃગતૃષ્ણા ____________________૨૫. પેરિસનું આહ્વાનવારાણસીની એ ઘટનાને લગભગ દસેક વર્ષ વીતી ગયા. સાહસ હવે સત્તર વર્ષનો યુવાન નહોતો, પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો એક સન્માનિત અને પ્રતિભાશાળી અધિકારી બની ગયો હતો. તેણે પોતાના પિતાના વારસાને આગળ વધાર્યો હતો, પણ તેની પોતાની આગવી શૈલીથી. તે માત્ર ઇતિહાસ શોધતો નહોતો, પણ તેને જીવંત કરતો હતો. સર્પ-હૃદયનો અનુભવ તેના વ્યક્તિત્વનો એક અભિન્ન અંગ બની ગયો હતો, જેણે તેને ઊંડાણ, સમજ અને એક અનોખી અંતર્દૃષ્ટિ આપી હતી.આદિત્ય અને સંધ્યા હવે લગભગ નિવૃત્ત જેવું જીવન જીવી રહ્યા હતા.