રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 23

"આખું ને આખું બ્રહ્માંડ મારું,સૃષ્ટિના કણકણમાં ખુદને વિચારું,હું જ શક્તિ ને હું જ રક્ષકહું જ ઉર્જા ને હું જ નતમસ્તક."- મૃગતૃષ્ણા _____________________૨૩. વારાણસીનું ચક્રવ્યૂહયોજના જેટલી સાહસિક હતી, તેટલી જ જોખમી પણ હતી. પ્રોફેસર મિશ્રાએ વારાણસીના ભૂગોળ અને ઇતિહાસના પોતાના ઊંડા જ્ઞાનનો ઉપયોગ કરીને એક એવું ચક્રવ્યૂહ રચ્યું જે DPAS ના એજન્ટોને શહેરની સૌથી ગૂંચવણભરી ગલીઓમાં ફસાવી દે. લક્ષ્ય બે હતા: પહેલું, એજન્ટોને સાહસ અને સર્પ-હૃદયથી દૂર રાખવા અને બીજું, તેમને એટલા વિભાજિત અને દિશાહિન કરી દેવા કે તેઓ ફરીથી સંગઠિત ન થઈ શકે.યોજનાનો પ્રથમ તબક્કો હતો ભ્રમ પેદા કરવાનો. પ્રોફેસર મિશ્રાએ પોતાના કેટલાક વિશ્વાસુ વિદ્યાર્થીઓ અને સ્થાનિક મિત્રોની મદદ લીધી. બીજા દિવસે