"બસ કર. થાકી જવાય છે જિંદગી.તારી આ ઊથલપાથલની ભરમાર.હું માણસ છું. જીવતું જાગતું માણસ, નથી કોઈ ખેલનો યાંત્રિક કિરદાર."- મૃગતૃષ્ણા ____________________૨૨. પડછાયાનું શહેરઋષિકેશની સાંકડી ગલીઓમાં દોડતી વખતે, રાત્રિના અંધારા અને લોકોની ભીડ તેમના માટે આશીર્વાદરૂપ બની. તેમની પાછળ DPAS એજન્ટોની સીટીઓ અને બૂમોનો અવાજ ધીમે ધીમે ઓછો થતો ગયો. તેઓ જાણતા હતા કે આ રાહત ક્ષણિક છે. હવે તેઓ માત્ર એક ગુપ્ત સંસ્થાના જ નહીં, પણ સમગ્ર સરકારી તંત્રના નિશાના પર હતા. તેમની ઓળખ, તેમના બેંક ખાતા, તેમના ફોન - બધું જ ટૂંક સમયમાં ટ્રેક કરવામાં આવશે."આપણે અલગ થવું પડશે," હાંફતા હાંફતા આદિત્યએ એક અંધારી ગલીમાં રોકાઈને કહ્યું. "તેઓ આપણને સાથે સરળતાથી