2025 ઘણા માટે સહેલું વર્ષ નહોતું. કેટલાંક માટે એ વર્ષ હતું જેમાં સપનાઓ ધીમે ધીમે ચૂપ થઈ ગયા, સંબંધો અજાણ્યા બની ગયા, અને પોતાની અંદરની શક્તિ પર પણ શંકા થવા લાગી. કેટલાંક એવા હતા જેમણે બહારથી બધું સંભાળેલું બતાવ્યું, પણ અંદરથી રોજ તૂટી રહ્યા હતા. જીવન ક્યારેક એવું બની જાય છે કે ચાલતા રહેવું પડે છે — રોકાવાનો અધિકાર હોવા છતાં પણ.આ વર્ષમાં ઘણાએ હાર નથી માની, પરંતુ થાક સ્વીકાર્યો. એ થાક કમજોરી નહોતો; એ તો લાંબા સમય સુધી મજબૂત રહેવાનો પુરાવો હતો. કેટલાક લોકો આ વર્ષમાં ચૂપ થઈ ગયા, કારણ કે શબ્દો કામ ના લાગ્યા. કેટલાક દૂર થઈ ગયા,