સ્વરા વ્યાસ જ્યારે આ ઘરમાં વહુ બનીને આવી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે એના શબ્દો એક દિવસ આ પરિવારના જીવનમાં એવી ઊંડે ઉતરી જશે. એ કોઈ ચમત્કારી સ્ત્રી નહોતી. ન તો એને ભવિષ્ય દેખાતું હતું. બસ, એનું મન એટલું સાફ હતું કે જે અનુભવ થતો, એ શબ્દોમાં બહાર આવી જતો.વ્યાસ પરિવાર મધ્યમ વર્ગીય, શિસ્ત અને સંસ્કારમાં માનતો પરિવાર હતો. રામકૃષ્ણ વ્યાસ—ઘરના વડા, નિયમપ્રિય અને મૌન સ્વભાવના. એમની પત્ની સવિત્રી—ધર્મ અને દાનમાં શ્રદ્ધા રાખનારી, પણ લોકો પર સહેલાઈથી વિશ્વાસ કરી લેતી. શિવાન્સ—ઓફિસની જવાબદારીઓ અને પરિવા