પ્રકરણ - 12 જાગરણ સમાપ્ત થતાં જ હું તરત ઘરે આવી ગયો હતો.. પછી અમે બધા તૈયાર થઈ ગયા હતા. અમારા લગ્ન બરાબર દસ વાગ્યે આર્ય સમાજ હોલમાં થવાના હતા. અમે સમયસર હોલમાં પહોંચી પણ ગયા હતા . આરતીએ પણ કોઈ બહાનું બનાવીને તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. તેના તરફથી કોઈ હાજર રહેવાનું નહોતું. જયારે મારા બધા સગા સંબંધી સગાસંબંધીઓ, પરિચિતો તેમ જ મિત્રો હાજર હતા. સમય સર વિધિવત અમારા લગ્ન સંપન્ન થઈ ગયા હતા..અમને ઉપસ્થિત સર્વ