આ લેખ સપનાઓ જોવાવાળા લોકો માટે નથી, પરંતુ સપનાઓ માણવા માંગતા લોકો, અને ત્યાં સુધી પહોંચવા માંગતા લોકો માટે છે. સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી, અને ખૂબજ મીઠું ફળ આપે એવી વાત કે, આપણા અને આપણી આસપાસ રહેતા, તેમજ આપણે જેટલા પરિવારોથી પરિચિત છીએ, એ તમામે તમામ પરિવારોમાં મોટેભાગે આપણને જોવા મળતી સામ્યતા એટલે કે, જે તે પરિવારમાં જે કમાય છે તેઓ એટલું વાપરતા નથી અને જે વાપરે છે તેઓ કમાતા નથી, કે પછી એટલું નથી કમાતા, જેટલું તેઓ વાપરે છે, કે પછી ખર્ચ કરે છે. કારણ...એના પણ વ્યાજબી, અને ગેર વ્યાજબી અનેક કારણો હોય છે, જેમકે...ક્રમ નંબર એક કે, સંતાનમાં દીકરો હોય, કે દીકરી પરંતુ હજી એ નાની ઉંમરનાં