એક 30-35 વચ્ચેની વય ધરાવતું આ યુગલ મનન અને માનુષી, ક્લિનિકના થેરાપી રૂમમાં ગોઠવાયાં, શરૂઆતી ફોર્માલિટી પૂર્ણ થઈ અને માનુષીની આંખોમાંથી પ્રવાહી વહેવાનું શરૂ થયું અને એ જ સાથે મનનનો ગુસ્સો કોઈ બંધુકની ગોળી છૂટી હોય એમ છૂટયો, "મેડમ, તમને ખબર નથી આના આ આંસુઓ અને અકારણ ડરના કારણે અમારું 10 વર્ષનું લગ્નજીવન અત્યારે હિચકોલા ખાઈ રહ્યું છે, એને મારી સાથે ફરવા નથી આવવું, કોઈ ફેમિલી સાથેની ટ્રીપ નથી કરવી, નથી પોતાની કોઈ મિત્રની સાથે કોઈ મુસાફરી કરવી? આ બધી વસ્તુઓને મેં આજ સુધી અવગણી પણ હવે તો હદ થઈ ગઈ!, મને મારી કંપની 3 વર્ષ માટે USA મોકલી રહી