રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 18

  • 138

"બસ એક જ ક્ષણમાં તારી અસર થાય છે.જેમ જેમ ઉકેલુ રહસ્ય, વધુ ગૂંચવાય છે. ભ્રમણાઓ ભારી પડે છે બુદ્ધિ પર જ્યારે કોયડાઓ સામે આવી પડકાર કરી જાય છે."- મૃગતૃષ્ણા _____________________૧૮. મૌનનો કોયડોસર્પાકાર પથ્થરનો દરવાજો પૂરો ખુલતાં જ અંદરથી સદીઓ જૂની, બંધ હવાનો એક ઠંડો અને ભેજવાળો ઝોંકો બહાર આવ્યો. એ હવામાં માટી, પથ્થર અને બીજા કોઈ અકળ, પ્રાચીન પદાર્થની ગંધ ભળેલી હતી. જાણે સમય પોતે જ ત્યાં કેદ થઈ ગયો હોય. ગુપ્ત માર્ગની અંદર ગાઢ અંધકાર સિવાય બીજું કશું દેખાતું નહોતું. તેમની ટોર્ચનો પ્રકાશ પણ એ અંધકારને પૂરો ભેદી શકતો નહોતો, જાણે અંધારું પોતે જ એક ઘન પદાર્થ હોય જે પ્રકાશને ગળી