રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 17

  • 258
  • 68

"બહું રહસ્યો છૂપાવી બેઠી છે જિંદગી, ક્યારેક જરા ડરવું જરૂરી છે લડી લેવા, જીતી જવાય,કે હવે તો પડછાયાઓ પણ સંદિગ્ધ થયાં છે"- મૃગતૃષ્ણા _____________________૧૭. જીવંત પડછાયાશેર સિંહના ભયભીત શબ્દો ઠંડા પવનમાં ઓગળી ગયા, પણ તેની અસર ત્યાં હાજર દરેકના મન પર થઈ. "મેં કહ્યું હતું ને, સાહેબ... આ જગ્યા શુદ્ધ નથી. પહાડ આપણને પાછા ફરવાનો સંકેત આપી રહ્યો છે. આપણે અહીંથી ચાલ્યા જવું જોઈએ." તેના અનુભવી ચહેરા પર વર્ષોમાં પહેલીવાર આટલો ડર દેખાઈ રહ્યો હતો. તે જમીન પરના એ ભીના પદચિહ્નો તરફ એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ જીવતા નાગને જોતો હોય.આદિત્યએ આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. "શેર