રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 16

  • 158
  • 54

"કેટલીયે વાતો સામે અને કેટલીક છાની છે.વ્યક્તિત્વ રહસ્યમય પણ પ્રકાશપુંજનું આસામી છે.અંધકારનો ડર અમને ન બતાવો, અમે તો સૂરજ સામે મીટ માંડી છે." - મૃગતૃષ્ણા ____________________૧૬. છાયાના પદચિહ્નસાહસના દ્રઢ અને અણધાર્યા શબ્દોએ અભ્યાસખંડની હવાને જાણે થીજાવી દીધી. આદિત્ય પોતાના દીકરા સામે જોઈ રહ્યા. આ તે જ સાહસ હતો જેને તેઓ ખભા પર બેસાડીને મ્યુઝિયમમાં ફેરવતા હતા? આજે તેની આંખોમાં એક એવી પરિપક્વતા હતી જેણે આદિત્યના પિતૃત્વ અને સાહસિકતા વચ્ચે એક અદ્રશ્ય દીવાલ ઊભી કરી દીધી."આ કોઈ રમત નથી, સાહસ રોય," આદિત્યનો અવાજ કડક પણ ચિંતાથી ભરેલો હતો. "તને ખ્યાલ નથી કે આપણે કોનો સામનો કરવા જઈ રહ્યા છીએ. 'છાયાના રક્ષકો' કોઈ દંતકથા