અપહરણ - 15

  • 290
  • 92

15 - નકલી ગાઈડનું ષડયંત્ર ! ‘ઓ....હ ! ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધા મળી ગયા.’ ક્રિક લાંબો શ્વાસ છોડતાં સ્વસ્થ થઈને બોલ્યો, ‘નહીં તો... મને તો એમ જ હતું... કે અમે લોકો... ગયા કામથી...’‘અમારી પાસે ખોરાક-પાણી સાવ ખૂટી ગયાં હતાં, એલેક્સ ! અમે ભૂખ્યા મરી જાત કે પછી પેલા ગુંડાઓ મારી નાખત.’ મારા બંને હાથ પકડીને વિલિયમ્સે રડતા અવાજે કહ્યું. મેં ઘેરું હાસ્ય ફરકાવતાં કહ્યું, ‘એ ગુંડાઓએ જ આપણો ભેટો કરાવ્યો છે. એ લોકોએ ગોળીબાર ન કર્યા હોત તો અમે એના અવાજે-અવાજે તમારા સુધી પહોંચી ન શકત. તમારી પાસે બંદૂક નહોતી એની અમને ખબર હતી, એટલે ધડાકા તમારા