મને એ દિવસે ખબર પડી કે મમ્મી ધારતે તો મને ક્યારનીયે ગાડી અપાવી જ શકતે પણ નહીં એમણે અત્યારે અપાવવાનું કહ્યું કારણ કે અત્યારે તકલીફ એમની દિકરીની દિકરીની હતી અને એને તકલીફ ન પડે એ માટે એમણે ગાડી અપાવી. ઘર તો આપણે આપણી કમાણીમાંથી જ ચલાવતા હતા અને એમાંથી ગાડી લઈ શકીએ એટલી બચત હજી સુધી થઈ ન હતી. ખેતરની આવકનો હિસાબ તમે મમ્મીને આપતા. એમાંથી આપણે ઘર ખર્ચ માટે એક રૂપિયો પણ વાપરતા ન હતા બસ એમાંથી મમ્મી જે કહે તે પ્રમાણે બેનને આપતા અને ખેતીનો જે ખર્ચ થાય તે લેતા. મને ગાડી અપાવવા માટે એ પહેલા પણ કહી