ગિફ્ટ સીટી ગાંધીનગર

  • 362
  • 94

 એક સાંજના લોંગ ડ્રાઈવમાં નીકળી પડ્યો અમદાવાદ થી નજીક, ગાંધીનગરની બાઉન્ડ્રી  ગણાતું પણ ગાંધીનગર શહેરથી દસેક કિલોમીટર અંદર તરફ એ ગિફ્ટ સિટી જોવા. હવે તો અમદાવાદ ગાંધીનગર 25 થી 30 મિનિટમાં એક પછી એક ફ્લાય ઓવરો પસાર કરતાં પહોંચાય છે. ચ રોડ આવતાં સહેજ આગળ જઈ રક્ષા યુનિ. ગેટ ની બાજુમાંથી જઈ સાત કિલોમીટર જમણી બાજુ જાઓ એટલે ગિફ્ટ સિટી આવે. નવી મેટ્રો દ્વારા તાજેતરમાં જ ગિફ્ટ સિટી અમદાવાદ, ગાંધીનગર  સાથે જોડાયેલું છે.ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સીટી. બધી મોટી મોટી કોર્પોરેટ ઓફિસો, મોટી બેંકો ની અગત્યની બેક ઓફિસો,  મોટી આઇટી કંપનીઓ ની ઓફિસો અહીં આવેલી છે.ગિફ્ટ સિટી