એક શહેરની સોસાયટીમાં આવેલ સામાન્ય ઘર , આમ તો, બહારથી ભવ્ય ન હતુ. પણ સમય પ્રમાણે અને તે ઘરમાં રહેતા લોકોની આવક પ્રમાણમાં યોગ્ય હતુ. ઘરમાં રહેતી વ્યક્તિ એક , બેડરૂમ બે અને રસોડુ અને ડ્રોઈગ રૂમ.સવારમાં 7 વાગ્યા હતા, ટાઇમ પ્રમાણે દુધવાળાએ દુધની બરણી બહાર મૂકી દીધી હતી કેમકે ઘણીવાર સુધી ડોરબેલ માંરવા છતાં દરવાજો ન ખુંલ્યો. એટલામાં જ છેલ્લા ઘણા સમયથી... કામ કરતી, અને સ્વભાવે થોડી ગંભીર એવી ચંચળ આવી, દરવાજો જોરથી ખખડાવ્યો, ત્યાં ઘણીવાર પછી દરવાજો ખૂલ્યો." અરે, ચંચળબેન આટલા વહેલા..""શુ આકાશભાઈ... 7.30 વાગ્યા છે, તમે જ તો કહ્યું હતુ વહેલા આવવાનું, તમારે કોઈ કોલેજમાં જવાનુ છે