વિથ લવ ફ્રોમ સાઇબિરીયા

  • 334
  • 86

આ એક અદ્રશ્ય જંગની શરૂઆત પ્રોફેસર સ્ટિવન્સ માટે લંડનનું શાંત જીવન તેના ભૂતકાળને છુપાવવા માટેનો એક મહોરું માત્ર હતું. પરંતુ એક બરફીલી સાંજે જ્યારે તેના દરવાજે "With Love from Siberia" લખેલું રહસ્યમય બોક્સ મળ્યું, ત્યારે દસ વર્ષથી દબાયેલા જાસૂસી દુનિયાના પડછાયાઓ ફરી જીવંત થઈ ઉઠ્યા. આ બોક્સ માત્ર ભેટ નહોતી, પણ એક એવા આંતરરાષ્ટ્રીય કાવતરાની ચેતવણી હતી જે આખી દુનિયાને થીજવી દેવાની તાકાત ધરાવતી હતી. જ્યારે સ્ટિવન્સને ખબર પડી કે તેની જૂની અને વિશ્વાસુ ટીમ કદાચ વેચાઈ ગઈ છે અથવા દુશ્મનોની જાળમાં ફસાઈ છે, ત્યારે તેણે એકાકી લડવાને બદલે 'પ્લાન-બી' અમલમાં મૂક્યો. તેણે સાયબર એક્સપર્ટ સારાહ, શાર્પશૂટર ઝોરા અને વિસ્ફોટકોના જાણકાર એન્ટોની જેવા નિષ્ણાતોની એક નવી 'ઘોસ્ટ ટીમ' તૈયાર કરી.