વળામણાં વાયરા

(13)
  • 292
  • 96

       અરવલ્લીની ગિરિમાળાઓ પાછળ સૂરજ મહારાજ હવે નમતું જોખી રહ્યા હતા. સાબરકાંઠાના એ નાનકડા ગામ ‘ખોરડા’ની સીમમાં ગોધૂલિ વેળાનું આછું અંધારું ઉતરી રહ્યું હતું. ધૂળની ડમરીઓ ઉડાડતાં ઢોર ગામ ભણી વળતાં હતાં, અને એ ડમરીઓની વચ્ચેથી એક ઓળો ગામના પાદરમાં દાખલ થયો. એ હતો કાનજી.બારેક વરહના વહાણાં વાઈ ગયાં હતાં. જ્યારે કાનજીએ આ ગામ છોડ્યું ત્યારે એની મૂછનો દોરો હજી ફૂટતો હતો, અને આજે પાછો ફર્યો ત્યારે એના ચહેરા પર સમય અને સમજણની કરચલીઓ હતી. કાનજીના પગ થંભી ગયા. ગામનું એ જ જૂનું પીપળાનું ઝાડ અને એની નીચેનો ઓટલો. પણ જાણે હવા બદલાઈ ગઈ હતી. ના, હવા તો