વિશ્વમાં સૌથી વધુ વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે જેનું ધર્મ પુસ્તક બાઇબલ છે જેમાં આમ તો ધર્મનાં સ્થાપક ઇસુ મસીહનાં જીવન અને તેમના દ્વારા અપાયેલા ઉપદેશનો સંગ્રહાયેલો છે પણ સાથોસાથ કેટલીક એવી વાતોનો પણ ઉલ્લેખ છે જે રહસ્યમય છે.આ પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક રહસ્યમય બાબતો અને થિયોલોજિકલ મિસ્ટ્રીઝનો ઉલ્લેખ છે.આ વસ્તુઓ તેના નિષ્ણાંતોને પણ ગુંચવણમાં નાંખનારી છે. એક સૌથી મોટો પ્રશ્ન હંમેશા એ કરાય છે કે આખરે હોલી ગ્રેલ ક્યાં છે..ક્રિશ્ચિયન માઇથોલોજી અનુસાર હોલી ગ્રેલ એક ડિશ, પ્લેટ કે કપ છે જેનો ઉપયોગ જિસસે લાસ્ટ સપર દરમિયાન કર્યો હતો.કહેવાય છે કે તે અલૌકિક ચમત્કારી શક્તિઓ ધરાવે છે.કહેવાય છે કે બારમી સદી દરમિયાન