દર્દ થી દોસ્તી

ભાગ 1 : ખામોશીની ચોટ રાત બહુ શાંત હતી… પણ એ શાંતિમાં પણ આરવના દિલનો અવાજ ખૂબ ઊંચો હતો. ખિડકી પાસે બેસી, હાથમાં જૂની ડાયરી, આંખોમાં અડધું અંધારું અને અડધું દુઃખ. ચહેરા પર એક સ્મિત હતું — પણ એ સ્મિતમાં ખુશી નહોતી, બસ એક આદત હતી. લોકો એને કહેતા, “આરવ બહુ strong છે… ક્યારેય તૂટતો નથી.” પણ કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું કે જે માણસ ક્યારેય રડે નહીં, એ ખરેખર ઘાયલ કેમ હોય છે? એના ખભા પર એક જૂની ચોટ હતી. ડોક્ટરે કહ્યું હતું — “આ ઈજા હવે ભરાઈ ગઈ છે.” પણ આરવ જાણતો હતો… કેટલીક ચોટો ચામડી પર નથી હોતી,