જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૪ ‘ખુશીનો પહેલો નુસખો એ છે કે ભૂતકાળનું વધુ ચિંતન કરવાથી બચવું.’ આ વિચાર આજના એવા માનવી માટે અમૃત સમાન છે જે વર્તમાનમાં જીવવાનું ભૂલીને કાં તો ગઈકાલના પસ્તાવામાં અથવા આવતીકાલની ચિંતામાં ડૂબેલો રહે છે. કહેવાય છે કે 'ગઈ ગુજરી ભૂલી જવી' એ જ સુખી જીવનની ચાવી છે. છતાં આપણું મન વારંવાર એ જૂના પહાડો પર ચઢવાની કોશિશ કરે છે જે હવે ક્યાંય અસ્તિત્વમાં નથી. આજના ભાગદોડભર્યા જીવનમાં આપણી પાસે ભૌતિક સુખ-સુવિધાઓ તો વધી છે પણ માનસિક શાંતિ ઘટી છે. કારણ કે આપણે આપણા મનને 'ગઈકાલના ડસ્ટબિન' માં ફેરવી નાખ્યું છે. આપણે સોશિયલ મીડિયા પર 'થ્રોબેક' (Throwback) ના