કેસરી ટોપી धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने। देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः॥ ધન ધરતી પર, પશુઓ ગોશાળામાં, પત્ની ઘરના દ્વાર પર, સ્નેહીઓ શ્મશાનમાં (અંતિમ યાત્રા સુધી) સાથ આપે છે. દેહ અગ્નિમાં બળે છે, પરલોકના માર્ગે માત્ર કર્મો જ જીવ સાથે જાય છે. એક નાનકડા ગામમાં વિજયભાઈ નામનો એક સાચો ભક્ત રહેતો હતો. તે હંમેશા પ્રભુની ભક્તિમાં ડૂબેલો રહેતો. સવારે ઊઠીને પૂજા-પાઠ, ધ્યાન અને ભજન કરવું એ તેનો રોજનો નિયમ હતો. ત્યાર પછી તે પોતાની નાની દુકાને જઈને કામ કરતો. બપોરના ભોજનના સમયે તે દુકાન બંધ કરી દેતો અને બાકીનો સમય સાધુ-સંતોને ભોજન કરાવવામાં, ગરીબોની સેવામાં, સત્સંગમાં