હવે બાર સાયન્સની પરીક્ષા ચાલુ થઇ ગઇ હતી. પ્રિયાંશી શાંતિથી પરીક્ષા આપી રહી હતી. તેના પેપર્સ પણ બધા ખૂબ સરસ જતા હતા. આમ કરતાં કરતાં પરીક્ષા પૂર્ણ પણ થઇ ગઇ. વેકેશન પડે એટલે પ્રિયાંશીને મામાના ઘરે જવું હોય, ત્યાં તેના જેવી તેનાથી મોટી બે દીકરીઓ છે એકનું નામ મેઘા અને બીજીનું નામ નિશા એ બંનેને પણ પ્રિયાંશી સાથે ખૂબ ફાવે, એ બંનેના કરતાં પણ પ્રિયાંશી ખૂબ દેખાવડી હતી. મામા-મામીને પણ પ્રિયાંશી ખૂબ વ્હાલી... પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતાં હતાં ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન