શાર્દુલ ભગત ની કેસર - 3

મૂળુ કાઠી ના ગયા પછી શાર્દુલ ભગત ના હૈયે થોડીક ટાઢક વળી હતી,વળી પાછા દીકરી ને આંગણા માં કામ કરતી અને હરખભેર ફરતી જોઈ વળી પાછા મૂંઝાય જાય છે.     આ વિચારો ના વમળો થી થોડાક બહાર નીકળી દરબાર ડેલીએ આવી ને બેઠા ત્યાં એટલી વાર માં ગામનો ડાયરો પણ આવી પહોંચ્યો.     રામ રામ બાપુ! આ તમે આમંત્રણ આપ્યું થું તો થયું આજ ચોરે નઈ બાપુ ની ડેલીએ ડાયરો જમાવવો છે.   રામ રામ ડાયરા ને ,સારું થયું ને બાપા તમે સવ આવ્યા એ.   એમ કહેતા દરબાર એ ડાયરા ને આવકાર્યો અને સૌ ડેલી માં ગોઠવાય ગયા. ડાયરો હજી જામ્યો